વાંક ન હતો કોઇનો પણ નીકળ્યો કેમ?
પછી આજે અમ સંગ ઝગડો નીકળ્યો કેમ?
હ્રદયથી બાંધેલો છે સંબધ ન હોય વાંક તેનો,
અને ન હતો વાંક કલમનો તો લખાયુ કેમ?
તરસ હતી મીઠા પાણીની ખારાસ આપી કોણે?
છતા કહો તો નયનોએ વહાવ્યા એ નીર કેમ?
સમય તો છે બળવાન બધાથી વધારે,
આજે સંજોગો થઈ સંયોગ આડા આવ્યા કેમ?
અમે તો કરી બેઠા કરતા કરતા પ્યાર તુજ સંગ,
પણ આજે વાતે વાતે મુજનો કાઢ્યા કરો છો વાંક કેમ?
વાંક ન હતો કોઇનો પણ નીકળ્યો કેમ?
પછી આજે અમ સંગ ઝગડો નીકળ્યો કેમ?
નીશીત જોશી
બુધવાર, 5 મે, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો