રવિવાર, 16 મે, 2010

ન મળી એ શરાબ મને


જીન્દગીભર હું જુમતો રહ્યો, જજુમતો રહ્યો,
ન પીવા મળી તો એ ,મનતૄપ્ત શરાબ મને,

મયખાનામા પડ્યો, ગલીઓમા ફર્યો,
જામ તો મળ્યા ઘણા, ન મળી એ શરાબ મને,

પુછેલુ હર શાકી ને, તેના ઘરનો રસ્તો,
નશામા ભુલ્યો પથ, ન મળી એ શરાબ મને,

ઉતરી ગયો છે નશો, થાકી પણ ગયો છું,
હવે તો કોઇ આવો ,પીવડાવો, એ શરાબ મને,

નહી કોઇ આવે તો, હવે જતો રહીશ ઉંડાણે,
કદાચ, ત્યાં કોઇ આવે શાકી, આપવા એ શરાબ મને,

તલપ લાગી છે પીવાની, હવે મટતી નથી,
લાગે છે ફના કરી દેશે, એ મનતૄપ્ત શરાબ મને.

નિશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો