સોમવાર, 31 મે, 2010

તો એ વાંક કોનો હતો?

કેમ કરીને કહેવુ, વાંક કોનો હતો?
પડ્યા ત્યારે તેમા, હાથ કોનો હતો?

હ્રદયે કર્યુ કામ પોતાનુ, મુકી બધુ નેવે,
હ્રદયમા ઉપજાવેલ, એ ઉફાણ કોનો હતો?

ભર વૈશાખે, આવી જતા અગાસીએ મધ્યાને,
મનની ઉર્મીઓ ઠાલવતો, એ ઇજહાર કોનો હતો?

કલમે તો ઉતાર્યુ છે, હ્રદયને કાગળ પર,
યાદ કરો, રૂધીરથી લખેલો, એ કાગળ કોનો હતો?

બેઠા હતા જે નદીની પાળે , સમુદ્રના કિનારે,
વિચારતા જોઇ સંગમને મનમા, એ ઇન્તજાર કોનો હતો?

મેળવી રાખતા મૄગનયનો ને અમ નયનોથી,
વગર કહ્યે કહી દેતા બધુ, એ મૌનસંવાદ કોનો હતો?

વારતાઓ સાંભળી બીજાના વિયોગની બીજા પાસે,
સંભળાવતા, નીકળતો આંખોમાનો, એ અશ્રુ દરિયો કોનો હતો?

કરતા કરતા થયેલો આપણો આ દુનીયાનો અમુલ્ય પ્રેમ,
વાંક એમા ન હતો તારો, ન હતો મારો, તો એ વાંક કોનો હતો?

ની............શી............ત...........જો............શી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો