અંજામ કેવો હશે કેમ કહીયે અમે,
પ્રેમપથ પર પગલા માંડ્યા અમે;
ન હતી કોઇ હાર કે ન હતી જીત,
અજાણ્યા હતા ઇનામથી અમે;
પથ પર બીછાવેલી કાલીન કાંટાઓની,
ફુલ સમજી ચાલી નીકળ્યા અમે;
બોલે જે બોલ તે બની જતી ગઝલ,
ફક્ત ઇર્સાદ ઇર્સાદ કરતા હતા અમે;
ભુલવા ઇચ્છો પણ ન થાય ઇચ્છા પુરી,
સ્વાસો સ્વાસમા જ્યારે વસાવ્યા અમે;
તસ્વીર તો હતુ એક બહાનુ યાદનુ,
આયનામા પણ તેને જ નીહાળીયે અમે;
ઝેર પણ નહી લાવી શકે મોત,
પી પી ને રીઢા થઈ ગયા છીએ અમે.
નીશીત જોશી
શનિવાર, 8 મે, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો