
નદીએ કહ્યુ મારે તરવુ છે,
પણ મને એ દરિયો ડુબાળે છે,
જેમ જેમ પહોંચુ સમીપ તેને,
પોતાનામા તે મને સમાવે છે,
દિલ છે વિશાળ આ દરિયાનુ,
મુજ જેમ કેટલીઓ સાથે અજમાવે છે,
તેની અદા એ જ તો પસંદ આવી,
સમર્પીત જે થાય તેને તે સ્વીકારે છે,
નથી એ બેવફા, કરે છે એ પ્રેમ અપાર,
એટલે જ મજધારે લઈ દિલમા ઉતારે છે .
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો