જુની અમાનત એક એવી છે, જે મુકાતી નથી,
આપેલી છે કોઇ પોતાએ, જે ભુલાતી નથી,
આપતા વખતે કહ્યુ હતુ, સાંચવજો જતનથી,
પાછી સોપવી છે અમાનત, પણ તે લેતી નથી,
અમાનતને સાંચવી ને બેઠો છુ ક્યારનો,
સુતી છે સામે એવી ,બોલાવ્યે રાખુ, પણ ઉઠતી નથી,
એક જ અવાજે દોડતી આવી જતી ઉઘાડા પગે,
કર્યા એવા અબોલા, આંખો પણ ઉઘાડતી નથી,
કોને કહેવુ? અસહ્ય થઈ એ અમાનત તેની,
કોઇ તો જગાડી કહો,વગર તેને આ સહેવાતી નથી,
કહે છે લોકો, નહી ઉઠે હવે ક્યારેય ફરી,
જાણતા નથી શું તેઓ? ફુલોની સુગંધ કરમાતી નથી,
નથી આપતો હવે એ અમાનત પરત તેને,
ખબર છે, જન્મો જન્મ સુધી પણ, તે મંગાતી નથી,
હશે આશા, તેને પણ, બીજા જન્મની માટે જ,
કબર પર ગયેલો છતા, તેને અમાનત દેખાતી નથી.
નીશીત જોશી
ગુરુવાર, 13 મે, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો