શુક્રવાર, 14 મે, 2010

હ્રદય

વાયરા તો વાય, બરફ પણ પીગળી જાય,
પણ આ હ્રદય ન વિસરાય તે જોજે,

મૄગજળ જોઇ વિચલીત થાય મન,
પણ આ હ્ર્દયપ્યાસ કેમ તૄપ્ત થાય તે જોજે,

અમુલ્ય છે આપણા બાંધેલા આ સંબધ,
પણ હ્રદય સંબધને હંમેશા ટકાવી રાખે તે જોજે,

આવે જો પથરાળ પથ આપણા પથમા,
પણ હ્રદય ન થાય ઘાયલ ક્યારેય તે જોજે,

કરનાર તો કરવાના વ્યાખ્યા સ્વયમ સંબધની,
પણ સાંભળી હ્રદય વ્યથીત ન થાય તે જોજે.

નિશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો