
સુગંધ પ્રસરી ઉઠી હવામા કદાચને તમે આવશો,
ફુલો ખીલી ઉઠ્યા બાગના કદાચને તમે આવશો,
બાંધ્યા છે સુંદર તોરણ દરવાજે આગમન માટે,
પુરી રાખી રંગોળી આંગણે કદાચને તમે આવશો,
ઘર રાખ્યુ છે સજાવી જોઇને તુજને ગમશે,
નીહાળુ છુ વાટ મીટ માંડી કદાચને તમે આવશો,
શબ્દ શોધી શોધી ને રાખુ છુ યાદ મનમા,
બનશે તેની એક ગઝલ કદાચને તમે આવશો,
મહેફિલ સજાવી શમા જલાવી કરી રોશની
મનાવવા આજનૉ આ દિન કદાચને તમે આવશો,
આવશો ને ??????
નીશીત જોશી