શનિવાર, 22 જાન્યુઆરી, 2011

બધુ ભુલી ગયા

શું થયુ હતુ કે બધુ ભુલી ગયા,
કંઇક તો થયુ કે બધુ ભુલી ગયા,
કંઇ પણ ન રાખ્યુ યાદ જુનુ,
મળ્યા'તા બન્ને તે ભુલી ગયા,
નદીની પાળો,દરીયા કીનારો,
આંખોથી વહેતા નીર ભુલી ગયા,
વરસતા વરસાદમાં પલળવુ,
ભીંજાયને ભીજાવવુ ભુલી ગયા,
સાંજ પડ્યે દરવાજે ઉભુ રહેવુ,
રાત્રીના સેવતા સ્વપ્ન ભુલી ગયા,
કરેલા એ પ્રેમ કોલ એકાંતમા,
પ્રેમના બાંધેલા સબંધ ભુલી ગયા,
એવુ તે કઇ કચાસ રહી પ્રેમમાં,
ચાલતો હતો જે સ્વાસ તે ભુલી ગયા.
નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો