શનિવાર, 22 જાન્યુઆરી, 2011

નથી હોતી


વ્હાલા જે હોય તેને કહેવાની જરૂરત નથી હોતી,
દિલમા વસાવ્યા હોય તેને એકલતા નથી હોતી,
ના સમજતા ક્યારેય એકલા પોતાને દુનીયામા,
ચાલનારને પથ લંબાય તેની પરવા નથી હોતી,
રહેતા હોય છે જે હસતા અને હસાવતા જીવનમા,
મળેલા જીવનમા તેમને કોઇ નીરસતા નથી હોતી,
પ્રેમને જ પ્રસરાવો માની લે જે પોતાનુ જીવનસુત્ર,
આવતી ભલે હોય તેમને વિરહ વેદના નથી હોતી,
શમા તો બાંધે છે એક મહેફિલ રોજાના સંધ્યા વેળા,
કદર કરી ન છુટનાર માટેની એ મહેફિલ નથી હોતી,
માની લીધુ નહી આવડતી હોય કોઇ અલંકારીગઝલ,
હર લખનાર પાસે 'ગાલીબ' જેવી કલમ નથી હોતી .
નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો