શનિવાર, 22 જાન્યુઆરી, 2011
હું લખતો થઈ ગયો
ઘણુ છે કામ પણ નવરો થઈ ગયો,
અહીં લોકો કહે છે બાવરો થઈ ગયો,
કેમ સમજાવવુ મારે આ દુનીયાને,
યાદમા તેની હું મતવાલો થઈ ગયો,
પ્રેમમા તો માણસો શું નુ શું થાય છે,
હું એક ઝલક પામવા ધેલો થઈ ગયો,
ફુલો પણ મહેકી ઉઠે છે પ્રેમના નામથી,
ઝાકળની જેમ હુ તો ખોવાતો થઈ ગયો,
લહેરો આવે છે કિનારે મિલનના માટે,
કિનારે, કિનારે, હુ તો ફંટાતો થઈ ગયો,
ચાંદ સીતારા તોડવાની વાતો કરે પ્રેમી,
સમજાયુ નહી મને, હું લખતો થઈ ગયો.
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો