શનિવાર, 22 જાન્યુઆરી, 2011

સમજનાર કેટલા છે?

મૌન સંવાદ સમજનાર કેટલા છે?
આંખોની વાતો સમજનાર કેટલા છે?
કાગળ તો વર્ણવે લખેલી વાતો બધી,
શબ્દના શબ્દાર્થ સમજનાર કેટલા છે?
હ્રદય થાય ભાવવિભોર સમક્ષ થયે,
મહી હ્રદય વ્યથા સમજનાર કેટલા છે?
પ્રેમ મહોબ્બતની વાતો કરે તો ઘણી,
ખરા પ્રેમની કિમંત સમજનાર કેટલા છે?
મુખડુ રહે સદા હસતુ બધાની સામે,
હાસ્ય પાછળનુ રુદન સમજનાર કેટલા છે?
નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો