ક્યારેક અજાણતા જ અમ દ્વાર આવજો તમે,
ક્યારેક જાણતા જ એ હ્રદયદ્વાર ઉઘાડજો તમે,
અંદર ઓરડમા તુજ તસ્વીર સીવાય નથી કંઇ,
આવી ઓરડામા પગલા પાડી પાવન કરજો તમે,
ખબર નહતી છતા જાતે જ માનેલા તુજ્ને અમારા,
ઉપકાર કરી મુજને હ્રદયે વસવટો આપજો તમે,
છું રાહનો એક પથ્થર નથી પડતી કોઇ સમજણ,
આ પથ્થરને ઘસી-ઘસીને કોહીનુર બનાવજો તમે.
નીશીત જોશી
બુધવાર, 12 જાન્યુઆરી, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો