ગુરુવાર, 17 માર્ચ, 2011

એ કોણ?


વાતો કરવી બહુ ગમે પણ વાત કરનાર કોણ?
સમજ સમજવી બહુ ગમે તે સમજાવનાર કોણ?

શબ્દોથી પુરા કરે વાક્યો વગર વિરામે તેઓ,
બે શબ્દોની વચ્ચેના એ સન્નાટામાં વસનાર કોણ?

અઢી અક્ષરથી પીડીત છે ઘણા આ જગ માહી,
આ સુદંર અક્ષરને પુર્ણરુપે કહી સજાવનાર કોણ?

સુદંરતાના પુજારી કાયમ છે અને રહેશે અહીં,
મામુલી એ પથ્થરને પણ મુરતરુપ આપનાર કોણ?

પાનખર પછી વસંત બન્ને છે તો મૌસમ જ,
તડકો અને છાંયો થયે રાખે પણ એ લાવનાર કોણ?

એક નાનુ અમથુ બીજ બની જાય વટવૃક્ષ,
ફળ લાગે મીઠા પણ એમા સરસ મીઠાશ દેનાર કોણ?

સાચુ કર્યે આનંદ ખોટુ કર્યે થાય ક્ષોભ ઘણો,
એક શ્વાસ આવ્યા બાદ બીજા શ્વાસને ધીરનાર કોણ?

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો