ગુરુવાર, 17 માર્ચ, 2011

સ્વાગત

કાંઠે બેસીને નદીના નીર નીહાર્યા કરતા હતા,
રાતની રાણી તેની આગવી રીતે મહેકતા હતા,

કલરવ પંખીઓનો લાગતો જાણે સુસંગીત,
લહેરો સંગીતનો સુમધુર સ્વર વગાડતા હતા,

જબકી રહેતી હતી એ દર્શનાભિલાષી આંખો,
વિજળીના કડાકા તેની યાદ દેવડાવતા હતા,

પગ ધોયા પાણીએ આવી કિનારે અથડાયને,
એ મંદીરના ઘંટ સાદ આપી બોલાવતા હતા,

એમ પડી જતી રાત સ્વાગત કરવા સપનાનુ,
ચકોર ચાંદ પણ તેની ચાંદની પાથરતા હતા,

સોહામણા સુસપનામા આવતા પ્રિય વાલમ,
કોમળ હ્રદયે ફક્ત વાલમ જ બીરાજતા હતા.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો