કારણ તો ઘણા છે જો માને તો,
આવશે ઘણી યાદ જો માને તો,
મીઠા બોલ બોલીને મૌન થયા,
અંતર તો બોલે છે જો માને તો,
માન્યુ કુદરત કર્યે રાખશે કાજ,
ખુલેના હ્રદયદ્વાર જો માને તો,
ફુલો ખીલે બાગે આવ્યે વસંત,
મહેકી ઉઠે મનડુ જો માને તો,
આપમેળે કરી અમાસ ભીતરની,
હરક્ષણ છે પુર્ણીમા જો માને તો,
લાગે છે ઘાવ મળ્યા પારકાથી,
બધા ન હોય પરાયા જો માને તો,
કરો વિશ્વાશ એકવાર કોઇ પર,
આંગળીયો નથી સરખી જો માને તો,
આવા કારણ તો ઘણા છે જો માને તો,
ભુલશો બધુ ન ભુલાય યાદ જો માને તો.
નીશીત જોશી
ગુરુવાર, 17 માર્ચ, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો