રવિવાર, 29 એપ્રિલ, 2012
હોવા જોઇએ !
દરીયાના આંસુ પણ ખારા હોવા જોઇએ !
પણ લહેરોના વહેણ સારા હોવા જોઇએ !
સમર્પિત થઇ નદી બની જાય છે ખારી,
પ્રેમના ઉન્માદો તેના ન્યારા હોવા જોઇએ !
ચાંદ ચાંદની ની વાતો થઇ હવે પુરાણી,
હવે પ્રેમીના નામે આભે તારા હોવા જોઇએ !
એ પ્રેમ ને માની લઇએ જો અદ્દભુત રમત,
એ રમનારાઓ ના પણ નારા હોવા જોઇએ !
થઇ જાય પ્રેમ માં તરબોળ બધા પોતાના,
ત્યાર બાદ પારકાના પણ વારા હોવા જોઇએ !
નીશીત જોશી 23.04.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો