રવિવાર, 22 એપ્રિલ, 2012
રિસામણા-- મનામણા
તુજને મનાવવામાં વાર લાગે છે,
જીતેલી બાજી પણ હાર લાગે છે,
પ્રેમ ના હજી કેટલા પ્રમાણ આપુ?
મુજની હર વાતોમાં ખાર લાગે છે,
તુજ મૌનની ભાષા પણ છે નીરાળી,
અસ્મીત ચહેરો દિલને માર લાગે છે,
નફરતમાં જીવન ન થઇ શકે પસાર,
પ્રેમ જ જીવનનો સાચો સાર લાગે છે,
કોલ આપ્યો હર ક્ષણ સાથ આપવાનો,
આજ એ કોલ પણ મુજને ગાર લાગે છે,
ન તડપાવ હવે મનાવુ છું ખરા હ્રદયથી,
ધોમ ગ્રીષ્મનો તાપમાં પણ ઠાર લાગે છે.
નીશીત જોશી 21.04.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો