હવે દરેક પથ અટકાવે છે મુજને,
યાદના પડછાયા ડરાવે છે મુજને,
ભુલી જવા કરૂ છુ મથામણ ઘણી,
દરેક શ્વાસ યાદ અપાવે છે મુજને,
કરૂ સહજ સંવાદ લોકો દરમીયાન,
તુજ નામ લઇને ભરમાવે છે મુજને,
ગઝલ ગાયેલી મેં એક વખત સાંજે,
તો ચાંદ સંગ સૌ સરખાવે છે મુજને,
એ બાગ પણ જાણે કરમાઇ ગયો છે,
વાંક કાઢી ફુલો પણ સતાવે છે મુજને.
નીશીત જોશી 03.10.12
શનિવાર, 13 ઑક્ટોબર, 2012
હવે દરેક પથ અટકાવે છે મુજને
હવે દરેક પથ અટકાવે છે મુજને,
યાદના પડછાયા ડરાવે છે મુજને,
ભુલી જવા કરૂ છુ મથામણ ઘણી,
દરેક શ્વાસ યાદ અપાવે છે મુજને,
કરૂ સહજ સંવાદ લોકો દરમીયાન,
તુજ નામ લઇને ભરમાવે છે મુજને,
ગઝલ ગાયેલી મેં એક વખત સાંજે,
તો ચાંદ સંગ સૌ સરખાવે છે મુજને,
એ બાગ પણ જાણે કરમાઇ ગયો છે,
વાંક કાઢી ફુલો પણ સતાવે છે મુજને.
નીશીત જોશી 03.10.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો