તુજ યાદો રૂપી મુજને મોરના ટહુકા મોકલજે,
તુજ પડછાયા જેવા એ મોરના પીછા મોકલજે,
દ્રારીકે નથી સંભળાતા એ વેણુના મધુર સાદ,
વાંસળી કહે છે મુજને સાંભળવા રાધા મોકલજે,
ગોવાળીયાઓ પણ મુકી ગાયો રજડે છે ગોકુળે,
દ્રારકાધીશને કહો તેમનો નટખટ કાન્હા મોકલજે,
વાત માને જો રાધા,પીયુ આવી જ જશે દોડતો,
ગોકુળે પાછો બોલાવવા,દ્વારીકે સુદામા મોકલજે,
જોઇ જોઇ ને થાક્યા રોજ રાતના સુમધુર સપના,
હવે રૂબરૂ દર્શન આપી,મનનો પરમાત્મા મોકલજે,
નીશીત જોશી 27.09.12
શનિવાર, 13 ઑક્ટોબર, 2012
મોરના ટહુકા મોકલજે
તુજ યાદો રૂપી મુજને મોરના ટહુકા મોકલજે,
તુજ પડછાયા જેવા એ મોરના પીછા મોકલજે,
દ્રારીકે નથી સંભળાતા એ વેણુના મધુર સાદ,
વાંસળી કહે છે મુજને સાંભળવા રાધા મોકલજે,
ગોવાળીયાઓ પણ મુકી ગાયો રજડે છે ગોકુળે,
દ્રારકાધીશને કહો તેમનો નટખટ કાન્હા મોકલજે,
વાત માને જો રાધા,પીયુ આવી જ જશે દોડતો,
ગોકુળે પાછો બોલાવવા,દ્વારીકે સુદામા મોકલજે,
જોઇ જોઇ ને થાક્યા રોજ રાતના સુમધુર સપના,
હવે રૂબરૂ દર્શન આપી,મનનો પરમાત્મા મોકલજે,
નીશીત જોશી 27.09.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો