શનિવાર, 27 ઑક્ટોબર, 2012

કેમ ફરીને લાવું

તુજને ભૂલી જવાની હિંમત કેમ કરીને લાવું, કહો,હવે કોના ભારી કલેજાને ભરખીને લાવું, પછીનો બીજો શ્વાસ આવે છે તુજની રહમતે, કહો, આ હૃદયે હવે કોના શ્વાસો ભરીને લાવું, એકએક પળ નીકળે છે એકએક ભવ માફક, પણ એ કહો, બીજી જિંદગી કેમ મરીને લાવું, જુઓ આ દરિયો પણ ચડ્યો છે કેવા તોફાને, કિનારા મુઝાય છે કે લહેરો કેમ તરીને લાવું, આ જન્મે બનાવ્યો છે મનુષ્ય તુજને ભજવા, તુજ ભજવા કાજ બીજો જન્મ કેમ ફરીને લાવું. નીશીત જોશી 15.10.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો