શનિવાર, 15 જૂન, 2013

કવિઓ હૃદયે સીચેલા રુધિરે લખતા હોય છે

writting2 આકાશ ને જોનારા ધરા પર પડતા હોય છે, દારુ ને પીનારા સડકો પર લથડતા હોય છે, મારું તમારુંનાં શબ્દોથી પર જ રાખો સંબંધ, સ્વાર્થી સ્વભાવે એ સંબંધો બગડતા હોય છે, ટોચ પર પહોચવાની છે અપેક્ષા સૌને અહી, ટકી રહેવા ટોચે એકબીજા ઝગડતા હોય છે, શક્ય ન હોય તે, ખોટી વાતે રીઝાવે પ્રિયેને, બહુ જુજ પ્રેમીઓ જ પ્રેમ માં મરતા હોય છે, કોઈ પણ રચનામાં જીવ પુરાવો સહેલો નથી, કવિઓ હૃદયે સીચેલા રુધિરે લખતા હોય છે . નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો