શુક્રવાર, 21 જૂન, 2013
વરસવાની પળો
ગગને આજ વાદળની ચાદર ઓઢી છે,
ગરજી ને વરસવાની વેળા જ શોધી છે,
મોર ના ટહુકા સંભળાય છે શેરીઓ માં,
દેડકાઓ એ અવાઝ થી શાંતિ તોડી છે,
માટી સુગંધ ફેલાવે છે સમીર મારફત,
ઝાડવાએ શાંત રહેવાની પ્રથા છોડી છે,
બાળકો હર્ષોલ્લાસમાં ફરે હવે નાચતા,
ખાબોચિયા ભરી રમવા જમીન ખોદી છે,
વીજળી, ડરાવી પાડે છે ફોટા સંસારના,
ડરો નહિ, વરસવાની પળો આજ મોડી છે.
નીશીત જોશી 20.06.13
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો