રવિવાર, 23 જૂન, 2013

તો સમજજે નથી હું

Krishna By Kunal આ કલમની સ્યાહી ખુટે તો સમજજે નથી હું, આ વૃક્ષની ડાળીઓ પડે તો સમજજે નથી હું, રહુ હ્રદય માહી ઝાંકી જોજે કરી નજર નીચી, હ્રદય જો બેબાકળુ મળે તો સમજજે નથી હું, બાગોના મહેકતા ફુલોમા સુગંધ બની પ્રસરુ, જો સુગંધ મુરજાતી રહે તો સમજજે નથી હું, સુરજ ની કિરણો થી થાય છે સુ-પ્રભાત રોજ, ઉજાસ જો અંધારું બને તો સમજજે નથી હું, શરીર ભલે બનાવ્યા સૌ કોઈના જુદા જુદા, રુધિર નો રંગ ફરક પડે તો સમજજે નથી હું. નીશીત જોશી 22.06.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો