
એકવાર નહિ હવે વારંવાર પીવું પડશે ઝેર ભોળા,
કલયુગ નાં માનવ છે શેર ને માથે સવાશેર ભોળા,
નીકળેલ અમૃત પીરસાવેલું મોહિનીનાં વરદ હસ્તકે,
અત્યારે તો મોહિની પર જ વર્તાશે કાળો કેર ભોળા,
ન આપશો સાક્ષાત્કાર કોઈને, સમજશે મદારી અહી,
થશે તક્ષકથી ઈર્ષા,પકડી તેને લેશે મારી વેર ભોળા,
શિખાએથી નીકળતી ગંગાને કરી નાખી છે પૂરી ગંદી,
રહેઠાણ હિમાલય પર તો કરે છે સપાટા સેર ભોળા,
ભૂલવું પડશે ભાંગ ધાતુરાને, ધરશે ડ્રગ્સ અને દારૂ,
વાઘામ્બર છોડાવી કહશે, બ્રાન્ડેડ વાઘા પે'ર ભોળા,
કંટાળશો ખુદનું બનાવેલ ખુદ જ જગ જોઇને હવે,
માનવું પડશે પહેલા કરતા અત્યારે છે ઘણો ફેર ભોળા..
નીશીત જોશી 01.04.15
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો