રવિવાર, 26 એપ્રિલ, 2015

હું આકાશ થઇ ગયો

પીને વિરહનું ઝેર રંગે થી હું આકાશ થઇ ગયો, કોને કહું કે પ્રેમ-પરિક્ષામાં હું નાપાસ થઇ ગયો, કરી હતી કોશિશ અતિશય તુજ પ્રેમ પામવાની, ભીંજાયો વિરહ વરસાદે 'ને હું હતાશ થઇ ગયો, વાવાઝોડાએ ઠારી નાખ્યા બધા ચીરાગો ઘરના, મળ્યો સહારો આગિયાનો 'ને ઉજાસ થઇ ગયો, સાંભળેલું પથ પ્રેમ નો હોય છે ઘણો કઠીન,પણ, નીકળ્યો એજ પથે 'ને કાંટાળો પ્રવાસ થઇ ગયો, તૂટ્યું છે હૃદય પણ હજી જીવંત છે આસ મુજમાં, ભલેને આજે પુનમનો આ દિન અમાસ થઇ ગયો. નીશીત જોશી 25.04.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો