રવિવાર, 12 એપ્રિલ, 2015

ચલ,પાછું મનગમતું બધું કરીએ,

ચલ, પાછો આપણે પ્રેમ કરીએ, જીવન થોડું પાછળ લઇ જઈએ, વીતેલા એ વર્ષોને કરીને યાદ, કરેલી ભૂલોને તિલાંજલિ દઈએ, લાવીને ફરી યુવાનીના જોશને, નદી કાંઠે પાછા જોમથી મળીએ, એવી જ હશે બાગોની હરિયાળી, ચલ,નાખીને હાથોમાં હાથ ફરીએ, ચલ,પાછું મનગમતું બધું કરીએ, થઇ પ્રેમપંખીડા પાછા ઉડી જઈએ . નીશીત જોશી 09.04.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો