રવિવાર, 26 એપ્રિલ, 2015
વેપાર કરવો જોઈએ, એ ફકીરોની સાથે
લોકો તો આપીને દિલ, ફરી પાછું ખેંચે છે,
રોતા મૂકી પોતે, પાછા મલકાતા બેસે છે,
ચાપલુશી કરી ચડાવે છે, પહેલા શિખરે,
'ને ચકડોળે ચડાવી, ઉપરથી નીચે ફેંકે છે,
બની બેઠા છે હવે રસિક, સાધુ સંતો પણ,
તેણે પણ, માનવતાને મૂકી દીધી નેવે છે,
હોવા છતાં બધું, કઈ નથી અમીરો કાજે,
એક ટુકડો રોટલો પણ, ગરીબોને લેખે છે,
વેપાર કરવો જોઈએ, એ ફકીરોની સાથે,
જે એક પૈસામાં, લાખોની દુઆઓ વેચે છે.
નીશીત જોશી 17.04.15
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો