
ગોકુળની ગલીઓમા તોડતો માટલીઓ એ નટખટ લાલો,
ચોરીથી ઘરમા ઘુસી ચોરી કરતો એ માખણચોર લાલો,
જમુના કાંઠેથી ચુપકેથી ચીર ચોરતો એ બદમાશ લાલો,
ગોપીઓ સાથે મનમોહક રાસ રમતો એ ચીતચોર લાલો,
વાંસળી વગાડી તાલે નચાવતો એ મુરલીમનોહર લાલો,
રાધાને પ્રેમવશ કરનાર તેનો એ હ્રદયમા વસનાર લાલો,
ગોકુળની ગલીઓ ગલીઓ ની રજ રજ મા રહેનારો એ લાલો,
સૌના દિલમા રહેતો સૌનો એ લાડકવાયો કુંજબીહારી લાલો.
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો