રવિવાર, 27 ડિસેમ્બર, 2009

હૈયુ


ધબકતા હૈયા ને જોઇ જુદુ જ વીચારતા હોય છે,
થયો છે એ પાગલ, પ્રેમી, કહી પજવતા હોય છે,
યાદ કરીયે ત્યારે ધબકે, સામે આવે ત્યારે ધબકે,
તમે જ કહો ને ! શું પ્રેમ કરનારનુ હૈયુ હાથે હોય છે,
તેની વાત આવે ત્યારે ધબકે જોરે એ,
કારણ એટલુ જ ‘તેને’ સમર્પીત હૈયુ, તેનામા જ હોય છે ,
હવે ગમે તે કહે લોકો, કહેવા દો તેમને,
હર ધબકારમા હૈયાના, બસ તે જ હોય છે.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો