મંગળવાર, 22 ડિસેમ્બર, 2009

એક વાર્તા

વાર્તા છે આ એક નામે 'રસખાન' અફઘાનીસ્થાનના પઠાણ ની,
તેણે સાભળી મહીમા કોઇ પાસે બાંકેબીહારી ની,
ન રહી શક્યો, ઇચ્છા થઈ આવી, ભારત જવાની,
આવી ભારત દર્શન કરવા બાંકેબીહારી ની,
આવ્યો,પહોચ્યો મંદીર,પરવાનગી ન મળી દર્શનની,
ગોસાઈઓ એ રોકી રાખ્યો, પરીક્ષા હતી પ્રેમની,
ન પાછો ગયો, બેસી દરવાજે, સ્મરણ કરે સાંવરીયાની,
વરસાવતો રહ્યો નીર આંખોથી, યાદમા સાંવરીયાની,
વીતી ગઈ રાત, પટ હવે ખુલશે, જોઇશ છબી શ્યામળાની,
જોઇ એક કમાલ, આંગળીઓ નખાય ગઈ મોઢે, ગોસાઇઓની,
દેખાડ્યો ચમત્કાર શ્યામે, પહેરી પહેરવેશ સલવાર, શોભા વધારી અફઘાનીની,
છે આ એક સત્ય ઘટના ચર્ચાય છે બાંકેબીહારીની,
પ્રેમ થાળ જે પીરસે તેના જ બીહારીજી, જય હો બાંકેબીહારીની.
એટલે જ કહેવાય છે ः
प्यार तो प्यार है सीधी सी बात है,
प्रेम कब पुछता है की क्या जात है,
चाहे हिन्दु हो चाहे कोई मुसलमां,
प्रेमी 'रसखान'के सलवारमें जरुर बात है,
बांकेबीहारी ने जो पहेन कर दिखला दिया
समर्पीत प्रेम में दुनीया की हर बात है ।

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો