શનિવાર, 5 ડિસેમ્બર, 2009

એક જ છે ઇશ્વર

સવાર પડી બરોબર ઉગ્યો સુરજ

સાંજ પડ્યે બરોબર આથમસે એ સુરજ

ચંદ્રમા પણ આભે દેખાશે રાત થયે

કહેશો કઈ રીતે દીનરાતની થયે રાખે છે ક્રિયા?

કરનાર બીજુ કોઇ નહી એક જ છે ઇશ્વર

હવા દેખાતી નથી છતા વહે છે

ખુશ્બુ જોતુ નથી કોઇ મહેસુસ કરે છે

નાનુ અમથુ બીજ એક વીરાટ વૄક્ષ બને છે

કહેશો કઈ રીતે બને છે આ બધી ક્રિયા?

કરનાર બીજુ કોઇ નહી એક જ છે ઇશ્વર

શ્વાસ તો લઈએ છીએ આપણે

કહેશો બીજો શ્વાસ કોણ આપે છે?

ન આપી શકાય બધી સાબિતી માત્ર માનીલો

આપનાર જીવાડનાર બીજુ કોઇ નહી એક જ છે ઇશ્વર


નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો