શનિવાર, 9 જુલાઈ, 2011

શું ખબર પણ છે?

કોણ અક્ષર ઘડનાર,શું ખબર પણ છે?
કોણ શબ્દે સજનાર,શું ખબર પણ છે?

તુ લખે છે તુજની લખાણની છે કળા,
કોણ એ લખાવનાર, શું ખબર પણ છે?

હ્રદય ઉતારે છે કાગળ પર જ્યારે તું,
કોણ હ્રદયે વસનાર,શું ખબર પણ છે?

એ દરિયાયી સફરમા ચલાવે છે હવા,
કોણ હોડીને હાંકનાર,શું ખબર પણ છે?

એક છોડીએ અને બીજો આવે સ્વયમ,
કોણ સ્વાસ આપનાર,શું ખબર પણ છે?

હ્રદય આપી આદેશે પકડાવે છે કલમ,
કોણ એ ખખડાવે દ્વાર,શું ખબર પણ છે?

એ હસાવે છે રડાવે છે દોડાવે પણ છે,
એ માલીક છે રાહગાર,શું ખબર પણ છે?

કલમા લખો કે ગઝલ કે લખો કવિતા,
એક જ છે એ રચનાર,શું ખબર પણ છે?

નીશીત જોશી 20.06.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો