શનિવાર, 16 જુલાઈ, 2011

આજનુ ગૌરી વ્રત (હાસ્ય..)


(શ્રી નિપુણભાઇની રચના "છોકરાઓનુ ગૌરાવ્રત"થી પ્રેરિત)

પ્રભુ સુધારજે આ ભવ 'ને હવે દેજે એવો ભરથાર મને,
સવારે બનાવે ચા સાથે આપજે નાસ્તો ખવડાવનાર મને,

મુજ પહેલા પોતે નાહીને બન્નેનુ ટિફીન કરે તૈયાર,
પહોચતા પોતે ઓફીસે આપજે પહેલો પહોચાડનાર મને,

દિવસમા ચાર વખત મુજ સંગ ફોનમા સંભાળે મને,
પાંચ આકડાનો હોય પગાર તેવો આપજે પગારદાર મને,

મુજ પહેલા આવી ઘેર યા તો બનાવી નાખે પુરી રસોઇ,
નહીતર હોટલે સ્વાદીષ્ટ પકવાન આપજે ખવડાવનાર મને,

ખરીદી કરતા મોલમા બિલ ચુકવી સામાન ઉપાડે તેવો,
તેના માબાપને છોને કાઢુ મુજના ને આપજે સાચવનાર મને,

થાકી ગયેલ મુજના પગ દબાવનાર બક્ષજે ભરથાર મને,
દયા કરજે મુજ અબલા પર પ્રભુ સરસ આપજે ભરથાર મને,

સાંભળી છે કંઇકોની અરજ ઓ ભોલે ભંડારી હવે મુજ વારો,
મંદીરે મુજ બદલે જઇ આપજે એક લોટૉ જળ ચડાવનાર મને.

નીશીત જોશી 13.07.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો