શનિવાર, 9 જુલાઈ, 2011

લોકોએ.


હાથોમા પોતાના જ શરીર ઉપાડ્યા છે લોકોએ,
ચહેરા પર કેટલા ચહેરા લાગાડ્યા છે લોકોએ,

આંખોમા છે મજબુરી, છે મુશ્કાન હોઠો પર તો,
હ્રદયમા કેટલાય દુઃખોને છુપાવ્યા છે લોકોએ,

આ માણસોના હકની વાતો અહીં કોણ કેમ કરે,
કહેવા માટે તો આ નભને ઉપાડ્યા છે લોકોએ,

ગભરાયેલુ છે શહેર, પક્ષીઓ પણ છે ડરેલા,
હાલતને નજરોથી ભરમાવી રાખ્યા છે લોકોએ,

ગામડુ હોય કે શહેર, લોહીથી ડુબેલી છે નદીઓ,
ખંજરોને પોતાના હાથોમા જ ઉપાડ્યા છે લોકોએ,

કંઇક તો કરો નીશીત અંધારૂ ફેરવાય ઉજાશે અહિ
બાકી ઘેટાઓની ફૌજને પોતાની માન્યા છે લોકોએ.

નીશીત જોશી 02.07.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો