શનિવાર, 9 જુલાઈ, 2011

દેખાય છે


આંખ બંધ છે પણ તે સામે દેખાય છે,
સપના નથી પણ તે સપને દેખાય છે,

ધરતીનુ મીલન નભ સંગ થતુ જ હશે,
ક્ષતીજની પાર એટલે જ તે દેખાય છે,

મુલાકાત ને કહો શું નામ આપવુ હવે,
દરેક જગ્યાએ હર ક્ષણે સાથે દેખાય છે,

કહે છે છોડે છે સાથ પડછાયો તો પણ,
નીહાળતા કાચમાં પ્રતીબીંબે દેખાય છે,

નથી ક્યાંય પણ છે તેનુ અસ્તીત્વ બધે,
દરેક સ્વાસના બીજા સ્વાસે તે દેખાય છે,

ક્યારેક તો થશે મહેર અમ પર પણ તો,
પ્રેમના અણસાર તેના પર હવે દેખાય છે,

જોઇ પણ લઇશુ કદાચ તો ઉદ્દગાર એ હશે,
જેવા ધાર્યા હતા તેવા જ તો એ દેખાય છે.

નીશીત જોશી 07.07.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો