શનિવાર, 9 જુલાઈ, 2011
માણસ
દુનિયાની ભીડમાં ખોવાય જાય છે માણસ,
જાત પ્રેમના નામે અટકાય જાય છે માણસ,
સંબધોની પરોજણે મુંજાય જાય છે માણસ,
પોતાના'ને પારકામાં ફસાય જાય છે માણસ,
ઘર ભુલી મહેલ જોઇ રૂંધાય જાય છે માણસ,
અમીર થવાની દોડે ભરમાય જાય છે માણસ,
જાત ધરમના નામે વીખુટાય જાય છે માણસ,
માનસ્વમાનમાં રહી ખોરવાય જાય છે માણસ,
ન મળ્યાના મોહમાં સલવાય જાય છે માણસ,
ન મળ્યુ કંઇ અફસોસે પસ્તાય જાય છે માણસ,
પોતે કર્યુના વહેમમાં ભરમાય જાય છે માણસ,
જેનુ સર્વસ્વ તેનાથી વિસરાય જાય છે માણસ.
નીશીત જોશી 26.06.11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો