શનિવાર, 26 નવેમ્બર, 2011

રમી લઇશું હર બાજી તુજ સંગ


પ્રેમરમતના માહીર છો શીખડાવતા થઇ જાવ,
અનુભવી છો આ રમતના રમાડતા થઇ જાવ,

ભુલ નહી કરતા કોઇ પણ ચાલ ખોટી ચાલીને,
અજાણ્યો રમતનો મુજને સમજાવતા થઇ જાવ,

પાસા કોઇ જો પડી પણ જાય ખોટા કોઇક ભુલે,
અવળા પાસા સવળા કરી ચલાવતા થઇ જાવ,

બાળક જ્યારે પડે ત્યારે જ એ શીખે છે ચાલતા,
ઉભો કરી મુજને પાછા પથ સુજાડતા થઇ જાવ,

રમી લઇશું હર બાજી તુજ સંગ,પણ એક શરતે,
જીત્યેથી તુજને મળુ,હાર્યે દિલે વસાવતા થઇ જાવ.

નીશીત જોશી 18.11.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો