શનિવાર, 5 નવેમ્બર, 2011
પળ ક્યાં પાછી પળ ધરે
દિવાલો પણ આજ વાતો કરે છે,
સપનામાં આવી તે પાછો ફરે છે,
આંખો પણ વરસે છે ધીમે ધીમે,
અશ્કો પણ આજ દરિયો ભરે છે,
યાદોએ કર્યો છે આજ એ હુમલો,
હ્રદયના સૈનીકો અવાચક મરે છે,
તળીએથી શોધ્યુ બહુમુલ્ય મોતી,
રેતી માફક મોતી હથેળીથી સરે છે,
ખોટા તર્કોથી વેડફાઇ છે જીન્દગી,
ગયેલ પળ ક્યાં પાછી પળ ધરે છે,
હયાતીનો આનંદ માણી લે નીશીત,
પ્રેમ બધામાં જ એક સરખો ઝરે છે.
નીશીત જોશી 05.11.11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો