શુક્રવાર, 26 જુલાઈ, 2013
નથી આ કોઇ ગઝલ કે નઝ્મ
નથી આ કોઇ ગઝલ કે નઝ્મ,આ તો તારા નામની કમાલ છે,
આપનારા ભલે આપે ઇલ્ઝામ,એ તો ખોટી તેઓની ધમાલ છે,
હૃદય થી લખવાને જો બેસું તો શબ્દો પણ પડશે બહુ ઓછા,
કલમ દોડવા લાગશે જોઈ મુજ હાથે તુજનો રેશમી રૂમાલ છે,
લૈલા-મજનુ હોય કે હિર-રાંઝાના કિસ્સા,આ વિશાળ જગ માહી,
વાતો તો આપણી પણ ચર્ચાય છે ગામ પાદરે,એમા શું માલ છે,
સમય આવ્યે બંધાઈ જશે પાળીયા ખેતરે, આપણા પણ એવા,
વાતો કરશે લોકો, જમાનામા આમનો પ્રેમ પણ બહુ કમાલ છે.
વિચારોનો બોજ લઇ આ મન પણ ભાગતું રહે છે અહી તહી હવે,
તુજ યાદોમાં,વાતોમાં,રહેતું મુજ હૃદય પણ તો એક હમાલ છે.
નીશીત જોશી 23.07.13
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો