શનિવાર, 20 જુલાઈ, 2013

આ તો તે કેવો વરસાદ પડ્યો ?

th_Hands in rain આ તો તે કેવો વરસાદ પડ્યો ? લાગ્યું જાણે કોઈનો સાદ પડ્યો, માણતા'તા ટીપાઓને લઇ ખોબે, આંખોથી કેવો પ્રતિસાદ પડ્યો, કર્યો સંબધો પર બેહદ વિશ્વાસ, જાણે કેમ તેમાં વિખવાદ પડ્યો, રોશની કરવા શોધ્યા આગિયા, આગિયા થકી પણ વાદ પડ્યો, હજી તો રુઝાતા'તા ઘાવ જુના, ત્યાં નવી વીજળીનો નાદ પડ્યો. નીશીત જોશી 13.07.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો