કાશ, દિલના અવાજની એટલી થાય અસર,
જેને કરીએ યાદ અમે, તેને થઇ જાય ખબર,
હોય ભલે રાત ગોજારી,તણાઈએ છો આંસુએ,
બંધ કરીએ આંખીયું અને બસ તે આવે નજર,
ઝુલાવે ચાંદની રાત વિરહના પારણે અમને,
જીવવું પણ થાય આકરું અમારું તેના વગર,
આવી જાય થોડા આંસુ તેની પણ આંખો માં,
જોઈ કાંટે ચાલતા અમ કદમ રુધિરે સભર,
જોઈ આ ટુકડા હૃદયના કાંપે તેનું પણ મન,
વિસરી આગલું બધું,મોકલે આવવાની ખબર.
નીશીત જોશી 17.06.14
શનિવાર, 21 જૂન, 2014
કાશ, દિલના અવાજની એટલી થાય અસર
કાશ, દિલના અવાજની એટલી થાય અસર,
જેને કરીએ યાદ અમે, તેને થઇ જાય ખબર,
હોય ભલે રાત ગોજારી,તણાઈએ છો આંસુએ,
બંધ કરીએ આંખીયું અને બસ તે આવે નજર,
ઝુલાવે ચાંદની રાત વિરહના પારણે અમને,
જીવવું પણ થાય આકરું અમારું તેના વગર,
આવી જાય થોડા આંસુ તેની પણ આંખો માં,
જોઈ કાંટે ચાલતા અમ કદમ રુધિરે સભર,
જોઈ આ ટુકડા હૃદયના કાંપે તેનું પણ મન,
વિસરી આગલું બધું,મોકલે આવવાની ખબર.
નીશીત જોશી 17.06.14
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો