રવિવાર, 15 જૂન, 2014

જીવું છું હું,આપેલ તુજ ઝખ્મ જીરવી

02 મુજ યાદ ને, દબાવી રાખી જોજે, વિરહનો સ્વાદ પછી, ચાખી જોજે, શું કરશે, તુજને ચાહનારી જમાત, મુજને અંધારે, ક્યારેક નાખી જોજે, વિલય થઇ જશે, તુજ નું સર્વસ્વ, કંઈ નહીં રહે તુજ કાજ બાકી જોજે, જીવું છું હું,આપેલ તુજ ઝખ્મ જીરવી, એક તું પણ નાનો ઘાવ, સાખી જોજે, ખુશ છે હૃદય, લઇ વ્યથાની સૌગાત, હજી હોય બાકી તે પણ આપી જોજે. નીશીત જોશી 12.06.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો