રવિવાર, 1 જૂન, 2014

અઢી અક્ષરની જ તાકાતને જણાવી રહ્યો છું હું

Forbidden_Love_by_Maz6277 વ્યાકુળ છે દુનિયા,વ્યાકુળતા ફેલાવી રહ્યો છુ હું, તોફાનો સામે કરવા સામનો વિચારી રહ્યો છુ હું, ન હસો આમ મુજપર,દાદ આપો મુજ હિમ્મતને, રાય છુ, પણ પહાડ સંગ બાથ ભીડાવી રહ્યો છુ હું. ચાલવું નથી હોતું સરળ અંધારા જંગલમાં એકલું, જુગનુઓના અજવાળે પગલા વધારી રહ્યો છું હું, કરમાઈ જાય છે પાનખર માં બધા ફૂલો બાગમાં, પ્રેમનાં વાદળો વરસાવી ફૂલો ખિલાવી રહ્યો છું હું, પારકાને પણ પોતાના કરી શકાય છે આ જગમાં, એ અઢી અક્ષરની જ તાકાતને જણાવી રહ્યો છું હું. નીશીત જોશી 30.05.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો