શનિવાર, 7 જૂન, 2014

આવી જો તેની યાદ આવતી જ રહી

આવી જો તેની યાદ આવતી જ રહી, પૂનમની રાત પણ જગાડતી જ રહી, ગણગણાવતા'તા તેના નામના ગીતો, અને કલમ ગઝલો બનાવતી જ રહી, જુદી હતી વાર્તા ત્યાં એ આંસુઓ ની, આંખો બસ દરિયો વહાવતી જ રહી, હદ એ ઇન્તઝારની પણ કરી છે પાર, સુમસાન એ રાહ જીવ કાઢતી જ રહી, છુપાયેલા હતા આભે ચાંદતારા જ્યારે, આવી એ યાદ ઉજાસ વધારતી જ રહી. નીશીત જોશી 06.06.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો