શુક્રવાર, 13 માર્ચ, 2015

બંધ પિજરામાં જ

નથી દાદ આપની માંગવાની મારે, ભલે હોય એ કલ્પના ઉડવાની મારે, પાંખો ફેલાવતો તો થયો રહી પિંજરે, ઈચ્છા છે અભિનંદન આપવાની મારે, જો આપેલ હોત આપે દાદ મને તે’દી, ન ખુલી હોત પાંખ આજે ઉડવાની મારે, બંધ પિજરામાં જ થઇ જાત જીવન પૂરું, રહી જાત ઈચ્છા આપને પામવાની મારે, ન આવી હોત કલમ જો કદી મુજ હાથે, પ્રેમ કાજ જરૂરત રે'ત હૈયું ચીરવાની મારે. નીશીત જોશ 11.03.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો