
ઝેર મળે યા અમૃત હવે આખો દરિયો પી લઈશું,
ક્ષોભ શાનો જીવન થી હસતા ગાતા જીવી લઈશું,
રડાવે કે આપે ગમ હવે સ્વીકાર્ય રાખીશું બધું જ,
હસતા રહીશું સહેતા રહેશું આ મોઢું સીવી લઈશું,
નહિ ચડાવીએ સુળીએ મળેલ આ જીવતર ને હવે,
મળશે શીખવાને જીવનના જે પાઠ શીખી લઈશું,
છોને રહ્યા અટપટા રસ્તાઓ ભુલભુલામણી ભર્યા,
એક રસ્તે જો પડીએ ભૂલા રાહ પાછી બીજી લઈશું,
મોત જ છે આખરી મંઝિલ તો તેનેથી ડરવું શાને,
જીવન છે ત્યાં સુધી આ દરિયાને પૂરો પીંખી લઈશું.
નીશીત જોશી 27.03.15
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો