શનિવાર, 28 માર્ચ, 2015

ભવ શાને બગાડવો કરી ખોટા કાજો થી

દરિયો બની આંસુ વહે છે આંખો થી, તણખા ઝરે છે જ્યારે કોઈ વાતો થી, જેને નથી રહેતો અંકુશ મોઢા પર તેને, હારવું જ પડે છે મૌન રૂપી સંવાદો થી, વણ માગ્યે મળી જતું હોય બધું જ્યારે, ના કરો હેરાન માંગી નજીવી માંગો થી, વલખો છો જેને માટે આટલા મળવાને, પાછળ થી જીવશો ફક્ત તેની યાદો થી, થાય છે એજ જે ધારેલું હોય છે તેમણે, ભવ શાને બગાડવો કરી ખોટા કાજો થી. નીશીત જોશી 18.03.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો