બુધવાર, 24 જૂન, 2015

તેમના જ સ્મરણે ઉજાગરાને અજમાવ્યા છે

10898008_824483197620904_1687629272377430281_n ઓસ ભીના ફૂલો, અમે માળામાં પરોવ્યા છે, સુગંધે તેની, ભમરાઓને ઘણા ભરમાવ્યા છે, આંખોની ચંચળતાને, હોઠ સુઘી ના લાવ્યા, મૌનને, સબળ લીપીમાં ટાંકવામાં ફાવ્યા છે, કિનારે ઉભા છતાં, દરિયા તરસ મીટાવે ક્યાં? અમે પ્રેમને, ભરતી ઓટ સાથે સરખાવ્યા છે, ક્યારેય દાઝ્યા નહોતા, પ્રેમદંડી પર ચાલતા, એટલું અમારી યાદોમાં આવી સળગાવ્યા છે, રાત-દિ નું પસાર થવું, લાગતું હોય છે ભારી, તેમના જ સ્મરણે ઉજાગરાને અજમાવ્યા છે. નીશીત જોશી 16.06.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો