રવિવાર, 14 જૂન, 2015

પ્રેમથી હું છલકાઉ છું

shilpa PHOTO COURTESY BY SHILPA SONI JI ટૂટે છે આકાશથી તારો, 'ને હું હરખાઉ છું, માની માનીને માનતાઓ, હું મૂંઝાઉ છું, કોને કાજે આ હ્રદય, થાય છે બેબાકળુ, ઉલ્લેખ આવ્યે નામ તેેનુ, હું શરમાઉ છું, હસે છે સામે મળ્યેથી, એકવાર તે જરૂર, પ્રેમ છે, કે કરવો છે?જાણવા હું ભરમાઉ છું, વરસો થયા, છતાં ચાલુ છું અજાણ્યા પથે, આજે પણ પુછતા ઠેકાણુ, હું મલકાઉ છું, જોઇ આંખોમાં દરિયો, લોકો માને છે બીજુ, કોને સમજાવુ કે આ પ્રેમથી હું છલકાઉ છું. નીશીત જોશી 13.06.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો